કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી
માળીયા(મી)ના નાની બરાર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોનો હોકી-ધોકા વડે હુમલો
SHARE









માળીયા(મી)ના નાની બરાર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોનો હોકી-ધોકા વડે હુમલો
માળીયા તાલુકાના નાની બરાર ગામે ગરબી ચોક પાસે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સો દ્વારા રોકીને હોકી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં તેણે ત્રણેય શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા રમેશભાઇ સુખાભાઈ બકુત્રા જાતે આહીર (૪૫)એ હાલમાં મહેશભાઈ પરબતભાઈ મિયાત્રા, મુકેશભાઈ ભાનુભાઈ ડાંગર અને જયદેવભાઈ કાનગડની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અગાઉ તેઓના ભાઈ સંજયની સાથે મહેશ પરબતભાઇ મિયાત્રાને હોળીના તહેવારમાં બેસવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનું મનદુઃખ રાખીને ત્રણેય આરોપીઓએ હોકી અને ધોકા વડે તેઓની ઉપર હુમલો કર્યો હતો અને સંજયભાઈ બાબતે પૂછતાં તે નહીં હોવાનું ફરિયાદી અને સાહેદોએ જણાવ્યું હતું જેથી આરોપીઓ ઉશકેરાઇ ગયા હતા અને તેઓને આડેધડ ફરિયાદીને માર માર્યો હતો જેથી તેને ફ્રેકચર જેવી ઇજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે રમેશભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એસટી ડ્રાઇવર સામે ફરીયાદ
મોરબી કચ્છ હાઈવે ઉપર આવેલ રેલવેના ઓવરબ્રિજ પાસે હરીપર ગામના પાટિયા નજીક એસટી બસ ડમ્પર સાથે અથડાઇ હતી જેથી કરીને એસટી બસમાં બેઠેલા સાત મુસાફરોને ઈજા થઈ હતી જે બનાવમાં હાલમાં કરજણ તાલુકાના ખંધાસગામે રહેતા ભીખાભાઈ રણછોડભાઈ વસાવા (૫૭)એ એસટી બસ નંબરસજીડે ૧૮ ઝેડ ૫૬૮૦ ના ડ્રાઇવર નટવરભાઈ ચંદુભાઈ રાઠવા રહે. ડુંગર ગામ વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
