કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી
SHARE









મોરબીમાં કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી
મોરબી કોરોનાની મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે લોકોની સેવા કરનારા અજયભાઇ લોરીયા દરેક જ્ઞાતિના લોકોને મદદરૂપ બને છે જેથી કરીને નાની ઉંમરમાં ભામાશાનું બિરૂદ લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ હાલમાં જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગના ચેરમેન છે
મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેન અજયભાઈ લોરિયા "સેવા એજ સંપતિ" નામની સંસ્થા પણ ચલાવે છે. અને દેશનાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ, શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરતાં હોય છે અને કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી "ત્રિશા રાઠોડ"ને અજયભાઈ લોરિયાએ માનવતા મહેકાવીને આ દીકરીના એજ્યુકેશન (ભણતર) માટેનો તમામ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે અને દીકરીને ભણતર માટે દતક લીધી છે
