વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બે ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકટ


SHARE









મોરબીના બે ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકટ

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના વધુ બે ખેલાડીઓ અન્ડર ૨૫ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેક્ટ થયા છે જે નવીન અને મનન મેહતા અન્ડર ૨૫ સી.કે.નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં પ્રોબેબલ સ્કવોડમાં ૧૫ ડીસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો ખાતે કેમ્પ ચાલુ થશે જેમાં બંને ખેલાડીઓ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ખેલાડી જે નવીન અનોખો દેખાવ કરે છે જે બંને હાથે બોલિંગ કરે છે અને લેફટી હાથે બેટિંગ કરે છે જયારે મનન મેહતા જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે અને મોરબી જીલ્લા ક્રિકેટની અન્ડર ૨૫ અન સીનીયર ટીમનો કેપ્ટન પણ છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી નિશાંત જાની પાસે કોચિંગ કરે છે તેઓએ જણાવ્યું હતું કે એટલા વર્ષની મહેનત અને ઉચ્ચ ગુણવત્તાનું કોચિંગ લઈને તેમને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે હજુ આગળ ઘણું રમવાનું છે અનેક સિધ્ધિઓ હાંસલ કરવાની બાકી છે જે સિદ્ધિ બદલ મોરબી જીલ્લા ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી




Latest News