ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસ જવાન ઉપર દારૂના ધંધાર્થીઓએ કર્યો છરી વડે હુમલો


SHARE

















વાંકાનેરમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસ જવાન ઉપર દારૂના ધંધાર્થીઓએ કર્યો છરી વડે હુમલો

વાંકાનેર નજીક વઘાસીયા ગામ પાસેથી દારૂના ધંધાર્થીઓ દેશી દારૂના બચકાને સ્કૂટરમાં લઈને જતાં હતા ત્યારે પોલીસ કર્મચારીએ તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને આરોપીઓએ તેનું સ્કૂટર મારી મૂક્યું હતું જો કે, પોલીસ જવાને તેનો પીછો કરતાં આરોપીઓનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું અને પોલીસ જવાન ત્યાં પહોચી જતાં આરોપીઓએ તેને ગાળો આપીને છરી વડે તેના ઉપર હુમલો કર્યો હતો જેથી પોલીસ કર્મચારીને ગળા અને હાથમાં ઇજાઓ થઈ હતી અને સારવાર લીધા બાદ પોલીસ જવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ફરજમાં રુકાવટ અને હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરપાલસિહ જયેન્દ્રસિંહ પરમારે ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટ જનકસિંહ ઝાલા રહે. બન્ને વઘાસીયા વાળાની સામે ફરજમાં રૂકાવટ અને છરી વડે હુમલો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ દારૂનો ધંધો કરતા હોય તેઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે આરોપીઓ જયુપીટર લઈને દેશી દારૂના બચકાં ભરીને નીકળ્યા હતા જેથી તેને રોકવા કોશીશ કરી હતી અને પાછળ જતા બન્ને આરોપીઓ જયુપીટર વાહન સહીત સ્લીપ થઇને પડી ગયા હતા ત્યારે સ્થળ ઉપરથી ૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો અને ફરિયાદી ત્યા પહોચતા આરોપીઓએ તેની સાથે જપાજપી કરી ગાળો આપીને ફરજમાં રૂકાવટ કરી હતી અને તે સમયે આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલાએ ફરીયાદીને પકડી રાખેલ અને આરોપી પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટ જનકસિંહ ઝાલાએ તેની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને ફરીયાદીને ડોક તથા હાથની આંગળીમાં ઇજા કરી હતી જેથી હાલમાં હરપાલસિહ જયેન્દ્રસિંહ પરમારે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૩૩૨, ૩૫૩, ૨૨૪, ૧૮૬, ૫૦૪ તથા જીપી એકટ કલમ ૩૭ (૧) ૧૩૫ તથા પ્રોહી કલમ ૬૫ (એએ), ૯૮ (૨), ૮૧ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News