વાંકાનેરમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસ જવાન ઉપર દારૂના ધંધાર્થીઓએ કર્યો છરી વડે હુમલો
મોરબીના વીસીપરામાંથી પોલીસે ૩૬ બોટલ દારૂ અને ૨૪૦ બીયરના ટીન ભરેલી રિક્ષા કબ્જે કરી: આરોપીની શોધખોળ
SHARE









મોરબીના વીસીપરામાંથી પોલીસે ૩૬ બોટલ દારૂ અને ૨૪૦ બીયરના ટીન ભરેલી રિક્ષા કબ્જે કરી: આરોપીની શોધખોળ
મોરબી શહેરમાં વીસીપરા પાસેથી રીક્ષા પસાર થતી હતી તેને રોકવા માટે પોલીસે પ્રયાસ કરતાં રીક્ષા ચાલક પોતાની રીક્ષા છોડીને નાસી ગયો હતો ત્યારબાદ રીક્ષાની તલાસી લેતા તેમાંથી ૩૬ બોટલ દારૂ અને ૨૪૦ બીયરના ટીન આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૭૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂ બિયર તેમજ ૫૦ હજાર રૂપિયાની કિંમતની રિક્ષા કબજે કરી કુલ ૮૭૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને રીક્ષા છોડીને નાસી ગયેલા રિક્ષાચાલકને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ટી ૧૭૯ પસાર થતી હતી તેને રોકવા માટે પોલીસે પ્રયાસ કરતા રિક્ષા ચાલક પોતાની રિક્ષા છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે રિક્ષાની તલાસી લેતી રિક્ષામાંથી ૩૬ બોટલ દારૂ ૧૩૫૦૦ રૂપિયા તેમજ ૨૪૦ બીયરના ટીન ૨૪ હજાર રૂપિયા આ ઉપરાંત ૫૦૦૦૦ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૮૭૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ રીક્ષા છોડીને નાસી ગયેલા રિક્ષા ચાલક તેમજ રીક્ષામાં દારૂ બિયર કોણે ભરી આપ્યો હતો અને દારૂ-બિયર ક્યાં ઉતારવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
છ બોટલ દારૂ
માળીયા તાલુકાના જુના ઘાટીલા બગીચા પાસેથી પસાર થતા યુવાને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી માટે પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે સંજયભાઈ હીરાભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૨૭) રહે. જુનાઘાટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
