વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સાયન્ટિફિક રોડે જાહેરમાં જુગાર રમતા ૧૧ જુગારી પકડાયા


SHARE









મોરબીના સાયન્ટિફિક રોડે જાહેરમાં જુગાર રમતા ૧૧ જુગારી પકડાયા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર આવેલ વોંકળા પાસે જાહેરમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ૧૧ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૧૦૫૦ ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર આવેલાં વોંકળાના કાઠે જાહેરમાં જુગાર રમતાઓની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ઈસ્માઈલભાઈ હોથીભાઈ ચાનીયા (૭૭), દિનેશભાઈ ચુનીલાલ પારેખ (૬૦), અનિલભાઈ હીરાભાઈ રાજા (૬૨), કિશોરભાઈ ચંદુભાઈ રૂપારેલ (૩૦) નરેન્દ્રભાઈ મનહરલાલ સોલંકી (૫૪), ભગવાનજીભાઈ માયાભાઇ કુંભારવાડીયા (૫૨), રજાકભાઈ સુલેમાનભાઈ કથરોટીયા (૩૪), કરીમભાઈ હુસેનભાઇ ચાનિયા (૫૦), વિજયભાઈ હરિલાલ રાણપરા (૫૩), વિનોદભાઈ નારણભાઈ કોટક (૪૭) અને રહેમતુલ્લા નૂરમહંમદ કુરેશી (૪૬) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૧૦૫૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે




Latest News