મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા પાસે એસટી બસના ચાલકે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેતા મોત


SHARE









હળવદના નવા દેવળીયા પાસે એસટી બસના ચાલકે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેતા મોત

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ નવા દેવળીયા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને એસટી બસના ચાલકે હડફેટે લીધા હતા જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને વૃદ્ધનું મોત નીપજ્યું હતું જે અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા વંદનકુમાર રામભાઈ બાવળીયા જાતે પટેલ (૩૪) એ હાલમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૩૦૧ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પિતા હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ નવા દેવળીયા ગામના પાટીયા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેના પિતા રામભાઈ જીવીદાસભાઈ પટેલ (૬૫)ને હડફેટે લીધા હતા જેથી તેઓને માથાના ભાગે અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી રામભાઈ પટેલનું મોત નિપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને હાલમાં પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News