હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની ત્રણ રેડમાં ૧૩ જુગારી  ૩૩,૮૧૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE

















મોરબીમાં જુગારની ત્રણ રેડમાં ૧૩ જુગારી  ૩૩,૮૧૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ત્રણ જગ્યાઓએ રેડ કરવામાં આવતા ૧૩ જેટલા પત્તાપ્રેમીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને રોકડા રૂપિયા ૩૩,૮૧૦ સાથે તેઓની ધરપકડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં પોલીસે જાહેરમા રમાતા જુગાર ઉપર રેડ કરી હતી. બી ડિવિઝન પોલીસે કરેલી આ રેડમાં જાહેરમાં જુગાર રમી રહેલ વાસ્કુરભાઈ ઉર્ફે વાસુરભાઈ વીસુભાઈ ધાધલ દરબાર (૩૭) રહે.મયુર સોસાયટી મોરબી-૨, વિજય નટુભાઇ સનુરા કોળી (૨૫) રહે.ત્રાજપર મોરબી-૨, અશ્વિન સાદુરભાઇ વાણીયા આહીર (૨૫) રહે.તિરુપતિ સીરામીક સામે પીપળી રોડ મોરબી-૨ મૂળ રહે.રાજુલા(અમરેલી) અને જયેશ મોહનભાઇ પરડવા આહીર (૨૯) રહે.શ્રીરામ એપાર્ટમેન્ટ ટીકે હોટેલ સામે ત્રાજપર મોરબી-૨ વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવતાં તેઓની રોકડા રૂપિયા ૮૫૬૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


જ્યારે જુગારની બીજી રેડ મોરબી તાલુકાના હજનાળી ગામે માધવજીભાઈ ગોકળભાઈના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે માધવજીભાઈ ગોકળભાઈ ગામી, સતિષભાઈ ભરતભાઈ રૂદાતલા, મયુર માધવજીભાઈ ગામી અને જીવણભાઈ આંબાભાઈ ગોપાલીયા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૧૧ હજાર રૂપિયાની રોકડ કબજે કરી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર જુગાર

વાંકાનેર તાલુકામાં ઢુવા માટેલ રોડ પર આવેલ અમરધામ પાસે પ્રયાગ કોમ્પલેક્ષની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ભવરપુરી માંગીપુરી ગોસ્વામી, વિક્રમભાઈ જાદુભાઈ ડાભી, જયંતીભાઈ ઉર્ફે ચેતન સોમાભાઈ ઉકેડીયા, મેરૂભાઈ મોમભાઇ સરાવાડીયા અને જીતેશભાઈ ભીમાભાઇ સરસાવવડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૪૨૫૦ રોકડ કબજે કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News