મોરબીમાં જુગારની ત્રણ રેડમાં ૧૩ જુગારી ૩૩,૮૧૦ ના મુદામાલ સાથે પકડાયા
મોરબી શહેર-તાલુકામાથી બે બાઇક અને એક રિક્ષાની ચોરી
SHARE









મોરબી શહેર-તાલુકામાથી બે બાઇક અને એક રિક્ષાની ચોરી
મોરબી તાલુકામાં જાણે કે વાહનચોર ગેન્ગે સક્રીય હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને એકી સાથે ત્રણ વાહન ચોરીની ફરીયાદ નોંધાયેલ છે જેમા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી માળીયા હાઈવે ઉપર સૂર્ય કોમ્પલેક્ષ પાસેથી એક બાઇક, મોરબી હળવદ હાઈવે પર આવેલ આઇ.ટી.આઇ નજીકથી એક સીએનજી રીક્ષા અને લક્ષ્મીનગર ગામ પાસેથી એક બાઇકની ચોરી કરવામાં આવેલ છે આમ કુલ મળીને ત્રણ વાહનની ચોરી કરવામાં આવી હોય પોલીસે જુદી જુદી ફરિયાદ લઈને આ વાહનોને શોધવા માટે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બાઇક ચોરી
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે પ્લોટ વિસ્તારની અંદર રહેતા બિમલભાઈ દુર્લભજીભાઈ સીતાપરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરી થયા અંગેની છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેનું બાઇક નંબર જીજે ૩૬ એચ ૭૮૮૯ પોતાના ઘર પાસે તેમને પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે જેથી કરીને ૩૫ હજારની કિંમતનું બાઈક ચોરી થયું હોવા અંગેની બિમલભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈકને શોધવા માટે તેને તજવીજ શરૂ કરી છે
બાઇક ચોરી
મોરબી શહેરમાં ગ્રીન ચોક પાસે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની સામેના ભાગમાં રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ચૌહાણ જાતે રાજપૂતલ(૨૩)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ સૂર્ય ચેમ્બરના પાર્કિંગમાં જય માતાજી રોડ કેરિયર પાસે તેઓએ પોતાનું નંબર જીજે ૩ ડીઇ ૭૦૧૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની તેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
રીક્ષા ચોરી
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમી વિલેજમાં રહેતા નીતિનભાઈ રણછોડભાઈ ભૂલ જાતે પટેલ (ઉંમર વર્ષ ૩૫)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ મોરબીની બાજુમાં આવેલ આઇટીઆઇની પાસે ઉમા મોટર્સની બાજુમાં તેઓએ પોતાની રીક્ષા જીજે ૧ ડીયુ ૭૬૬૭ પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને પચાસ હજાર રૂપિયાની કિંમતની સીએનજી રીક્ષાની ચોરી થઇ હોવાની નીતિનભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે માટે પોલીસે આરોપીને પકડવા માટે વાહન અને શોધવા માટે કવાયત શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
