મોરબીના રંગપર પાસે જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઈલ-રોકડની ચોરીના ગુનામાં ચારની ધરપકડ
SHARE









મોરબીના રંગપર પાસે જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઈલ-રોકડની ચોરીના ગુનામાં ચારની ધરપકડ
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિકના કારખાના પાસે ઉભેલ યુવાન અને તેની સાથે અન્ય એક વ્યક્તિ પાસે બે બાઈકમાં ચાર શખ્સો આવ્યા હતા અને તેઓએ તેમને ગાળો આપીને તેની સાથે બોલાચાલી કરી તેમની પાસે રહેલ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા ૧૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જાનથી મારી નાખવાની ધમકી અને મોબાઈલ તથા રોકડ રકમની ચોરી અંગેની ફરિયાદ લઈને અજાણ્યા ચારેય શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં પોલીસે આરોપીને ઝંપી લીધેલ છે
બનાવની જાણવા મળતી મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લાર્સન સિરામિકના લેબર કોર્ટમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પીપડીયા ગામના રહેવાસી વિષ્ણુભાઈ સિધ્ધરાજભાઈ ઉઘરેજીયા (૨૦)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તા ૨/૯ ના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં સિરામિકના ગેઇટ પાસે ઊભા હતા ત્યારે બે બાઈકમાં ચાર શખ્સો આવ્યા હતાં અને તેઓએ તેમની પાસે બાઈક ઊભું રાખીને ગાળાગાળી કરી હતી. અને તેઓની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ તેની પાસે રહેલ મોબાઇલ ફોન અને મોબાઇલ ફોનના કવરમાં રાખેલા ૧૦૦૦ રૂપિયા ઝૂંટવી લઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા જે અંગેની વિષ્ણુભાઇએ ચાર શખ્સોની સામે મોરબી ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ચોરી કરનાર શખ્સેને પકડવા માટે તદવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે જેમાં રાજુ વિનુભાઈ ચેખલિયા જાતે દેવીપુજક (ઉમર વર્ષ ૨૪) રહે. રાણપુર પાળીયાદ ત્રણ રસ્તા રવિરાજ હોટલ પાસે રાણપુર, રવિ વજુભાઈ સરવૈયા જાતે કોળી (ઉંમર ૧૯) રહે. રાણપુર પાળીયાદ ત્રણ રસ્તા પાસે રાણપુર, સિધ્ધરાજ દેવજીભાઈ ગેડિયા (ઉમર ૨૯) રહે. રાણપર મેઘાણીનગર અને હનીફશા રજાકશા રખાઇ જાતે ફકીર (ઉમર ૨૮) રહે. કનારા ત્રણ રસ્તા રાણપુર બોટાદ વાળાનો સમાવેશ થાય છે આ ગુનાની તપાસ પીએસઆઈ વી.બી. પીઠિયા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝાડપી લેવામાં આવેલ છે
