મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો


SHARE













મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો

મોરબીના વણકરવાસમાં મારામારી અને એટ્રોસીટીનો બનાવ બનેલ હતો જેમાં આરોપી સીરાજભાઈ રાજુભાઈ સુમરા અને સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરાને પકડવામાં આવ્યા હતા જેનો હાલમાં મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી જામીન પર છૂટકારો થયેલ છે

મોરબી સીટી એ ડીવીઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ કેઆરોપી સીરાજભાઈ રાજુભાઈ સુમરા ફરીયાદીની મસ્તી કરી ગાળો બોલતો હતો જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેનો ખાર રાખી સીરાજભાઈ રાજુભાઈ સુમરાએ ફરીયાદીને છરી વડે ડાબા હાથને સામાન્ય છરકા જેવી ઈજા કરી તેમજ સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરાએ રસના પાઈપ વડે મુંઢમાર મારીને ઇજા કરી હતી અને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરેલ છે માટે પોલીસે બંને આરોપીને પકડ્યા હતા જેના વકીલ તરીકે મોરબી સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નીર્દોષ છે, આરોપી વિરુદધ રાગદેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે અને આરોપીએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી ત્યારે આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ હતી અને બન્ને પક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ એસ. માલકીયામોનીકાબેન ગોલતર રોકાયેલા હતા . 




Latest News