મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડીએ ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા


SHARE









મોરબીની લીલાપર ચોકડીએ ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે તેને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજા થઈ હતી જે પૈકીના એક યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલાક અકસ્માત સર્જીને તેનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં ઈજા પામેલ વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલો સનરાઈઝ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા રમેશભાઈ વીરબહાદુર થાપા (ઉંમર ૨૪) એ ડમ્પર નંબર જીજે ૧૦ એક્સ ૯૯૪૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ મોરબીની લીલાપર ચોકડી ઉપર આવેલ પેપર મીલ સામેના રોડ ઉપરથી બાઈક નંબર જીજે ૨૧ એલ ૯૧૪૪ લઈને પસાર થતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધું હતું અને અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલ ગંગમહર (૩૪) નામના યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને રમેશભાઈ થાપાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જોકે ઇજાગ્રસ્ત યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

દારૂ સાથે ઝડપાયો

હળવદની મોરબી ચોકડી પાસે ઉભેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલો મળી આવી હોય પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં રામદેવ હોટલ મોરબી ખાતે રહેતા જોગારામ ભોમારામ ચૌધરી જાતે જાટ (ઉંમર ૧૯) નામના શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News