મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

અશ્લીલતાનું વરવું પ્રદર્શન રજૂ કરતી 'બેશર્મ રંગ ગીત' વાળી ફિલ્મ 'પઠાણ'ને રિલીઝ થતી અટકાવવા તથા સોશિયલ મીડિયા સહિત પ્રત્યેક પ્લેટફોર્મ પર, ફિલ્મ કે તેના દ્રશ્યો દર્શાવવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આગામી ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યશરાજ ફિલ્મસ્ ની 'પઠાણ' ફિલ્મ રિલીઝ થનાર છે. સૉશિયલ મીડિયા તથા અન્ય માધ્યમથી પ્રસારિત થયેલ ટીઝર તથા ફિલ્મી ગીતના દ્રશ્યો જોતા તેમાં દર્શાવવામાં આવેલ અશ્લીલતાથી ભરપૂર દ્રશ્યો, સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાય તે રંગના કોસ્ચ્યુમ તેમજ અન્ય બાબતો સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના બાલમાનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે છે.

આપણે સૌ એ બાબતથી સુપરિચિત છીએ કે ભારત સરકાર 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦' અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર ધરાવે છે. ઉચ્ચ શ્રેણીના લેખક, ફિલ્મ નિર્માતા, સામાજિક સંસ્થા, શિક્ષણ સંસ્થા તથા શિક્ષકસમાજ જ્યારે  વિવિધ પ્રકારના માધ્યમથી સંસ્કાર સિંચન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ સમયે સાર્વત્રિક વિરોધ થતી આ ફિલ્મમાં મૂલ્ય નિષ્ઠ બાબતોનો છેદ ઉડાડી ફક્ત અષ્લિલતા, હિંસા તથા અવાસ્તવિક દ્રશ્યો બતાવી સમાજના પ્રત્યેક વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. જે સમાજ માટે ઘાતક છે.

સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠુરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર તથા કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવાનો આ યોગ્ય સમય છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રીય સંસ્કૃતિ તથા વિદ્યાર્થી હિતમાં થિયેટર, મીની થિયેટર, સૉશિયલ મીડિયા તથા અન્ય તમામ પ્રકારના માધ્યમો પરથી આ ફિલ્મ તથા ફિલ્મના અંશ દર્શાવવા પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માગણી કરે છે. આ ઉપરાંત આવી ફિલ્મ બનાવનારા સૌ સામે સામાજિક જવાબદારી નિભાવવાની નિષ્ફળતા બદલ નોટીસ આપી ખુલાસો કરવા તથા ભવિષ્યમાં આવી હરકત ન કરે તે અંગે બાંહેધરી લેવા માંગ કરેલ છે




Latest News