મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો
મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ
SHARE









મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ
મોરબી જિલ્લામા આજની તારીખે ઘણા અધિકારી અને કર્મચારીઓ હેડ કવાર્ટરમાં રહેતા નથી જેથી અરજદારો સહિતના લોકોને હેરાન થવું પડતું હોય છે ત્યારે મોરબીમાં આખી તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે છે આ વાતે સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આજની તારીખે તોલમાપ વિભાગમાં અધિકારી, કર્મચારીઓની અછત છે અને હાલમાં જે અધિકારીને મૂકવામાં આવેલ છે તેઓ રાજકોટથી માત્ર સોમવારે એક જ દિવસ આવતા હોય પટ્ટાવાળાથી જ આ ઓફિસ ચાલે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે આ મુદે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેઓએ લખ્યું છે કે, નટરાજ હોટલ પાસે આવેલી તોલમાપ ખાતાની કચેરીમાં લોલમલોલ ચાલી રહી છે અને કેમ કે, પાંચ તાલુકા વચ્ચેની આ તોલમાપ કચેરીમાં અધિકારીને મૂકવામાં આવ્યા છે તે રાજકોટથી સપ્તાહમાં એક જ દિવસ આવે છે જેથી આ આખી ઓફિસ માત્ર એક પટ્ટાવાળાથી ચાલી રહી છે અને અધિકારી ન હોવાથી મોરબી જિલ્લાના અસંખ્ય દુકાનદારોના વજનકાંટા સમયસર રીન્યુ થતા નથી અને ગ્રાહકોને ઓછું વજન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ ગંભીર બાબતે રાજકોટની વડી કચેરીમાં અનેક ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા હવે આ મુદે કલેક્ટરને રજૂઆત કરીને બેદરકારોની સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છ
