વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા(ખા) ગામની શાળામાં વ્યસનની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









ટંકારાના નેસડા(ખા) ગામની શાળામાં વ્યસનની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે નેસડા(ખા) ખાતે આવેલી નેસડા(ખા) પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૫ થી ૮ ના કુલ ૫૪ બાળકોએ ભાગ લીધેલ હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોરવામાં આવેલ હતા આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભાડજા આરવ, દ્રિતીય ક્રમે કાખિમી વિજય તથા તૃતીય ક્રમે માકાસણા કાવ્યા વિજેતા બનેલ છે અને તેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના તેહાન શેરસીયાએ તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, પી.એચ.સી. નેસડા ના મેડીકલ ઓફિસર ડો.વામજા સાહેબ, આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા,પી.એચ.સી. સુપરવાઈઝર ગોસાઈભાઈ પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી




Latest News