વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદના પાણીથી દુકાનદારને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE









મોરબીમાં વરસાદના પાણીથી દુકાનદારને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અરહિંત કાપડ સ્ટોરના માલીક બીમલભાઇ ગાંધીએ ધ ઓરીએન્ટ વીમા કંપની સામે કેસ દાખલ કરતાં રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને વીમા કંપનીને ૩,૮૪,૨૦૮ રૂપિયાને છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ અરહિંત કાપડ સ્ટોરનાં માલીક બીમલભાઇ ગાંધીએ વરસાદનુ પાણી પોતાની દુકાનમાં આવતા કાપડ પલળીને ખરાબ થયેલ તે બાબત ઓરીએન્ટ વીમા કંપની સામે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે અરહિંત કાપડ સ્ટોરના માલીક બીમલભાઇ ગાંધીને વીમા કંપનીએ ૩,૮૪,૨૦૮ રૂપિયાને છ ટકાના વ્યાજ સાથે તેમજ પાંચ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે જેથી ગ્રાહકે પોતાના હક અને હિત માટે લડવુ જોઇએ કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવો તેમ પ્રમુખ લાલજીભાઇ મહેતા જણાવે છે.




Latest News