વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ શખ્સો સાથે આડા સબંધનો આક્ષેપ કરીને પતિએ પત્નીને હોકી વડે ફટકારી


SHARE









મોરબીમાં ત્રણ શખ્સો સાથે આડા સબંધનો આક્ષેપ કરીને પતિએ પત્નીને હોકી વડે ફટકારી

મોરબીની આદર્શ સોસાયટીમાં રહેતી પરણીતાને તેના પતિએ હોકી વડે માર માર્યો હતો અને જેથી મહિલાને માથામાં હેમરેજ જેવી ઈજા થઈ હતી અને તેના બાળકને પણ ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ પરિણીતાએ તેના પતિ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, ત્રણ શખ્સો સાથે તેને આડા સબંધ છે તેવો આક્ષેપ કરીને તેના પતિએ તેને માર માર્યો છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સનાળા રોડ ઉપર સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાબેન નીરવભાઈ રાજપરા જાતે પટેલ (૩૨) એ હાલમાં તેના પતિ નીરવભાઈ વલ્લભભાઈ રાજપરા રહે. આદર્શ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પતિ નીરવભાઈએ હોકી વડે તેને માર માર્યો હતો અને માથામાં હોકી મારી હોવાથી તેને માથામાં હેમરેજ જેવી ઈજા થયેલ છે અને આઠથી દસ જેટલા ટાંકા આવેલ છે તેમજ ડાબા હાથના કાંડામાં અને શરીરે પણ ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ તકે તેના દીકરા વિધાન રાજપરા (૬)ને પણ ઇજા થઈ હતી જેથી કરીને માતા પુત્ર બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ શ્રદ્ધાબેન રાજપરાએ તેના પતિની સામે ફરિયાદ નોંધાવી છે

હાલમાં ભોગ બનેલા મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો વિધાન ટ્યુશનમાં ગયો હતો ત્યાંથી સીધા જ તેનો પતિ તેને લઈને જતો રહ્યો હતો અને ત્યાર બાદ મહિલા તેના દીકરાને લેવા માટે તેના પતિને ઘરે ગઈ હતી ત્યારે તેને ગાલ ઉપર લાફા માર્યા હોવાનું જોવા મળ્યું હતું જે બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી અને બાદમાં આરોપી પતિ હોકી લઈને આવ્યો હતો અને ફરિયાદી બહેનને માથામાં અને શરીરે હોકી વડે માર માર્યો હતો અને ત્યારે તે કહેતો હતો કે, મેહુલભાઈ (મેહુલ સ્ટુડિયો વાળા), અજયભાઈ લોરીયા અને ફિજિયો ફિટ વાળા હર્ષદભાઈ સાથે તારે આડા સબંધ છે તે તું સ્વીકારી લે નહીં તો તને જાનથી મારી નાખીશ જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પતિને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News