મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અગાઉ ચૂંટણી ફરજમાં મુકાયેલા નાયબ મામલતદાર-ક્લાર્કોની બદલી


SHARE









મોરબી જીલ્લામાં અગાઉ ચૂંટણી ફરજમાં મુકાયેલા નાયબ મામલતદાર-ક્લાર્કોની બદલી

મોરબી જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા નાયબ મામલતદારો અને ક્લાર્કોને ચૂંટણીની ફરજ ઉપર મૂકવામાં આવ્યા હતા જો કે, ચૂંટણી પૂરી થઈ ગયા બાદ હાલમાં તે તમામ કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે અને કલેકટર દ્વારા ૪૧ નાયબ મામલતદાર અને ૪૯ ક્લાર્કની બદલી કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં કલેક્ટર દ્વારા હાલમાં ૪૧ નાયબ મામલતદાર અને ૪૯ ક્લાર્કની બદલી કરવામાં આવી છે ત્યારે અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોની ચૂંટણી પહેલા નાયબ મામલતદારો અને ક્લાર્કોને ચૂંટણીની ફરજ ઉપર મૂકવામાં આવ્યા હતા જો કે, હાલમાં ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ચૂંટણી ફરજમાં મૂકવામાં આવેલ અધિકારીઓને ત્યાંથી મુક્ત કરીને મહેસૂલ વિભાગમાં મૂકવામાં અવલે છે તેવી જ રીતે કલેકટર કચેરીના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરમાંથી નાયબ મામલતદાર એન.આર. જોશીની મહેસુલ-૧ કલેક્ટર કચેરી, જે.વી. કાવડની કલેકટર કચેરી બિનખેતી શાખા, બી.એસ. પટેલની મહેસુલ મામલતદાર કચેરી વાંકાનેર, એમ.જે. પટેલની ડિઝાસ્ટર કચેરી જિલ્લા સેવા સદન, સી.જે. આચાર્યની સર્કલ ઓફિસર હળવદ, ટી.એન. પટેલની પુરવઠા શાખામાં બદલી કરવામાં આવેલ છે. તેવું જાણવા મળ્યું છે




Latest News