વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ૨૯ લાખની લૂંટના ગુનામાં સાત આરોપીની ૨૮.૩૦ લાખના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ


SHARE









મોરબીના પીપળી ગામે ૨૯ લાખની લૂંટના ગુનામાં સાત આરોપીની ૨૮.૩૦ લાખના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ

મોરબીના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને પોતાના ઘર બાજુ જઈ રહેલા યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ તેને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ૨૯  લાખની લૂંટ કરીને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે જુદીજુદી ટીમો બનાવીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા ૧૫ લાખ, ૬ મોબાઈલ અને ત્રણ કાર મળીને ૨૮.૩૦ લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી

જેમાં તેને જણાવ્યુ હતું કે, મહાદેવ મગન આંગડિયા પેઢીમાંથી દસ લાખ રૂપિયાનું આંગળીઓ આવ્યું હતું તેમજ શેઠ હિતેશભાઈ ૨૦ લાખ રૂપિયા રોકડા આપી ગયા હતા. આમ તેની પાસે કુલ મળીને ૩૦ લાખ રૂપિયા હતા જેમાંથી એક લાખ રૂપિયા તેણે ભાડા પેટે ચૂકવી આપ્યા હતા અને બાકીના ૨૯ લાખ રૂપિયા તેની પાસે હતા જે ૨૯ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જેથી મોરબી તાલુકા, એલસીબી અને એસઓજીની જુદીજુદી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ આધારે લૂંટારુઓ સુધી પહોચવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને લૂંટની આ ઘટનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી  છે

હાલમાં પીપળી ગામ પાસે કરવામાં આવેલ લૂંટના બનાવવામાં હાલમાં પોલીસે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮) રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી જયેશભાઇના મકાનમાં, શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯) રહે. સરા રોડ રઘુનંદન સોસાયટી હળવદ, મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭) રહે. સુખપર હળવદ, ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦) રહે. હરીપર તાલુકો ધાંગધ્રા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮) રહે. ગોરી ઘનશ્યામપુર તાલુકો હળવદ, દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮) રહે. હરીપર તાલુકો ધાંગધ્રા અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧) રહે. શિવ પાર્ક વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ પાછળ મૂળ રહે. સોંડા ચુડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે

હાલમાં જે આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તે આરોપીઓ પાસેથી બે લાખ રૂપિયાની કિંમતની હોન્ડા કંપનીની કાર, ચાર લાખ રૂપિયાની કિંમતની બલેનો કાર, સાત લાખની કિંમતની કિયા કાર અને ૧૫ લાખ રૂપિયા રોકડા તેમજ ૩૦૫૦૦ ની કિંમતના છ મોબાઈલ આમ કુલ મળીને પોલીસે આરોપીઓ પાસેથી ૨૮,૩૦,૫૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ ગુનામાં મનીષ સોલંકી રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે લૂંટની આ ઘટનાને અંજામ આપવા માટે અર્જુનગીરી નારદગીરી ગોસાઈએ ટીપ આપો હતી અને લૂંટારુઓ રાજભા અને લાદેનની બે કારમાં મોરબી આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ હળવદના સરા રોડ ઉપર ભાડાના મકાનમાં હતા ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાંથી પહોચીને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે આમ મોરબીના પીપળી ગામ પાસે કરવામાં આવેલ લૂંટના ગુનાનો ભેદ મોરબી જિલ્લા એલસીબીના ઇનચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ઉકેલી નાખ્યો છે




Latest News