વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓનો સાયન્સ સિટી ગાંધીનગરનો પ્રવાસ


SHARE









મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓનો સાયન્સ સિટી ગાંધીનગરનો પ્રવાસ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા મોરબીમાં ચાલતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના સિદ્ધાંતોને જાણે સમજે અને પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત કરે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના ભાગરૂપે સરકારી શાળામાં ધો 8 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી. વિભાગની બસ દ્વારા સાયન્સ સિટીની મુલાકાતનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું છે જેમાં માધાપરવાડી કન્યા શાળાની ધોરણ આઠની બાળાઓએ સાયન્સ સીટી-ગાંધીનગરની મુલાકાત લઈ વિજ્ઞાનના સિદ્ધાંતો પર કાર્યરત વિવિધ રાઈડ,થ્રિડી પિક્ચર, સોલાર એનર્જી પાર્ક, હોલ ઓફ સાયન્સ,થ્રિલ રાઈડમાં અંતરીક્ષ યાત્રાનો અનુભવ મેળવ્યો,નેચર પાર્કમાં વિદ્યાર્થીનીઓએ હીંચકા, લપસીયાની મોજ માણી એકવાટિક ગેલેરીમાં  વિવિધ માછલીઓ નિહાળી,ત્યારબાદ પ્લેનેટ અર્થમાં પ્રાણીસૃષ્ટિ,હ્યુમન એંઓટોમી,ભૌતિકશાસ્ત્રના પ્રયોગો,વનસ્પતિ જગત વગેરે નિહાળ્યું દિપેનકુમાર ભટ્ટ એકેડેમિક ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવેલ અને આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ હતો.સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા બદલ તેમજ એસ.ટી.દ્વારા વિનામૂલ્યે બસ ફાળવી આપવા બદલ અનિલભાઈ પઢારિયા ડેપો મેનેજર મોરબીનો દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આભાર પ્રકટ કરેલ છે. સમગ્ર પ્રવાસને સફળ બનાવવા દિનેશભાઈ સાવરિયા, જયેશભાઈ અગ્રાવત,દીપકભાઈ બાવરવા તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ કાળુભાઈ પરમારે ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News