મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીનો દીપ પરમાર રાજકોટમાં યોજાયેલ ઓપન ગુજરાત રેપિડ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન


SHARE









મોરબીનો દીપ પરમાર રાજકોટમાં યોજાયેલ ઓપન ગુજરાત રેપિડ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન

રાજકોટમાં આવેલ કાઠીયાવાડ જિમખાના ખાતે અરવિંદભાઇ મણિયાર ઓપન ગુજરાત રેપિડ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાંથી કુલ મળીને ૧૪૪ જેટલા ચેસના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ સ્પર્ધામાં મોરબીના વિનોદભાઇ પરમારનો દીકરો દીપ પરમાર સમગ્ર ગુજરાતમાં ચેમ્પિયન બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા વર્ષોમાં જુદીજુદી જગ્યાએ યોજાયેલ ચેસની સ્પર્ધાઓમાં ભાગ લઈને દીપ પરમાર વિજેતા બનેલ છે વધુમાં દીપ પરમારના પિતાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, દીપને નાનપણથી જ ચેસ રમવાનો શોખ હતો પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તેને આગળ વધવામાં તે બધા રૂપ ન બને તે માટે મેટ્રો સિરામિક ગ્રૂપ વાળા શેખરભાઈ આદ્રોજા દ્વારા તેને ચેસની સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પણ જગ્યાએ જવું હોય તો તેના માટે તમામ પ્રકારની મદદ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને તેના સહકારના લીધે આજે દીપ પરમારની વિજય કૂચમાં વધુ એક પીછું ઉમેરાયું છે અને તે હાલમાં અરવિંદભાઇ મણિયાર ઓપન ગુજરાત રેપિડ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન બનેલ છે




Latest News