મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીકથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે


SHARE









મોરબીના ઘુંટુ નજીકથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે

મોરબી નજીકના ઘુંટુ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો જે બનાવમાં આરોપીની ધરપકડ કરાયેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે વિસ્તારના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘુંટુ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતા દ્વારા જેતે સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસોની કલમ હેઠળ હાલમાં આરોપી તુલસી ઉર્ફે કાનો રમેશભાઈ ઉર્ફે ઘોઘાભાઈ ઉપસરીયા જાતે કોળી રહે.મફતિયાપરા સર્કિટ હાઉસ સામે મોરબી-૨ ની ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના બગથળા ગામના રહેવાસી પૂનમબેન સંજયભાઈ દેસાઈ નામની ૩૦ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બગથળા અને વાવડી ગામ વચ્ચે આવેલ હનુમાન મંદિર પાસે તેમને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કિશોર ગુલાબભાઈ જોગેલ નામના ૨૩ વર્ષના યુવાનને મોરબીના શાકમાર્કેટ જતા સમયે નવયુગ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.

બાળક સારવારમાં

મોરબીના માળિયા મીંયાણાના વાડા વિસ્તારમાં રહેતા સાહીન હસનભાઈ જેડા નામના સાત વર્ષના બાળકને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જેમાં પોલીસના જણાવ્યા પ્રમાણે સાહીન જેડા સાયકલ લઈને જતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી આગળની તપાસ માટે આ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.




Latest News