વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના ત્રીસ પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ


SHARE









મોરબી જિલ્લાના શિક્ષકોના ત્રીસ પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

ગાંધીનગર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે મંત્રી રૂષીકેશ પટેલ શિક્ષણ મંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,ડો.કુબેરભાઈ ડીંડોર શિક્ષણ મંત્રી પ્રાથમિક, માધ્યમિક,અને પ્રૌઢ શિક્ષણ,પ્રફુલ્લભાઈ પાનસેરિયા રાજ્ય કક્ષા શિક્ષણમંત્રી પ્રેરક ઉપસ્થિતમાં રાજ્ય મહાસંઘના તમામ હોદેદારો ભીખાભાઈ પટેલ, અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ મંત્રી સરદારસિંહ મછાર સંગઠન મંત્રી વગેરેની હાજરીમાં રાજ્ય કારોબારી બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ૩૦ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા

જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે તેમાં વર્ષ ૨૦૧૭ ની  ભરતી વારા જિલ્લાફેર અરજી સ્વીકારવી બધા શિક્ષકોને માઁ કાર્ડ કેસ લેસ સારવાર મળે, વર્ષ ૨૦૦૫ પછીના શિક્ષકોને જુની પેન્શન યોજના મળે અને વર્ષ ૨૦૦૫ પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો પત્ર સત્વરે કરવો, હવે જયારે બદલી કેમ્પ ચાલુ થાય ત્યારે આગળના માસના માસિકપત્રકની સંખ્યા મુજબ થાય, વિદ્યાર્થી રેશીયો ધો ૧ થી ૫ મા ઘટાડવો, ૧૨૦ થી ૨૦૦ વધુ સંખ્યા છે. ૨૦૦૫ પહેલા માટે સરકારએ કરેલ જાહેરાત મુજબ ઑપીએસ લાગુ કરે એનો ઠરાવ સત્વરે બહાર પાડવો, જિલ્લા આંતરિક બદલી કેમ્પ જલ્દી કરાવો, એચઆરએ નો નવ ટકા લેખે જીઆર કરવા બાબત, આચાર્ય એલાઉન્સ વધારવા બાબત એચટાટ મુખ્ય શિક્ષકો, મેથ્સ સાયન્સ શિક્ષકને સી.આર.સી. બી.આર.સી. જેવી વહીવટી પોસ્ટ પર જવા દેવા તેમજ ખાતાકીય પરીક્ષા આપવા દેવી, એચ ટાટ O. P. પરત કરવા બાબતે યોગ્ય કરવું તેવી રજૂઆત કરી છે

તેમજ ધો ૬ થી ૮ ના શિક્ષકોને અલગ પગાર ધોરણ આપો, બધા વિષયની એકમ કસોટી એક સમાન રાખવી બોન્ડ વાળા શિક્ષકોને બદલીના તમામ લાભ આપવા, દંપતી કે અગ્રતા વાળા શિક્ષકોની પ્રતીક્ષા યાદી દરેક જિલ્લામાં જગ્યાના પ્રમાણમાં ઓછી હોય આવા ઉમેદવારોને આ જ વર્ષે જિલ્લાફેર અરજી સ્વીકારવા બાબત, વિકલાંગ ભથ્થા એક સમાન મળે તે બાબતે, બદલી બાબતે વિકલાંગોને અગ્રતા અંગે સ્પષ્ટતા, શાળા સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવો, સીપીએફ ૧૦ ટકા સામે ૧૪ ટકા કરવા બાબતે, ધો.૬ થી ૮ વિકલ્પ રદ્દ કરવાનો મોકો આપવા બાબત બદલીના ગંભીર બીમારીના કારણમાં નવા બદલીના નિયમમાં કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતાનો સમાવેશ નથી અને શાળાઓમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવા એકમ કસોટી ભારણ ઓછું કરવી શિક્ષકોના પગાર ઓનલાઈન કરવા. બી.એલ.ઓ. સહિતની શિક્ષણ સિવાયની કામગીરી બંધ કરવી તા. ૨૭/૪/૨૦૧૧ પહેલાના નિમણૂંક પામેલા શિક્ષકોને નિવૃત્તિ સામે ફુલ પગારમાં સમાવવા પ્રાથમિક શાળાના બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષાની ફી ન રાખવી અને શાળાઓમાં શાળા સ્વચ્છતામાં બાળકોની સહભાગિતા સુનિશ્ચિત કરવી અને શાળા સ્વચ્છતાના નાના કામો બાળકો પાસે કરાવવાની છૂટ આપવી વગેરે ત્રીસ જેટલા પ્રશ્નોની મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો રજૂ કરી ઝડપથી ઉકેલ આવે એ માટે ભારપૂર્વક રજુઆત કરેલ છે.




Latest News