મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપનો સંજય રાવલની હાજરીમાં પારિવારિક મિલન-અમૃતમંથનનો કાર્યક્ર્મ યોજાયો


SHARE









મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપનો સંજય રાવલની હાજરીમાં પારિવારિક મિલન-અમૃતમંથનનો કાર્યક્ર્મ યોજાયો

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે પારિવારિક મિલન તથા અમૃતમંથનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશન સ્પીકર સંજય રાવલ હાજર રહ્યા હતા અને મોરબીની ગંદકી જોઈને તે દિશામાં કામ કરવા માટેની તેને ટકોર કરી હતી

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના જન્મદિવસ સાથે પારિવારિક મિલન અને અમૃતમંથનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ હાજર રહ્યા હતા અને તેમણે મોરબીમાં ચોતરફ ગંદકી જોઈને સેવાકીય ક્ષેત્રની સાથે સ્વચ્છતા માટે પણ નક્કર કામ કરવામાં આવે તેવી ટકોર કરી હતી વધુમાં જણાવ્યું હતું કે, ગંદકી માટે એક બીજા ઉપર દોષારોપણ કરવાને બદલે લોકો મોરબીની  સારી છાપ લઈને જાય તે માટે તંત્ર અને સંસ્થાઓ સાથે મળીને કામ કરે તે જરૂરી છે

આ કાર્યક્રમમાં યંગ ઈન્ડિયા ગ્રુપની કામગીરીની ઝલક રજૂ કરાઈ હતી. આ તકે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડો. સતીશ પટેલ, મોરબી સીરામીક એસો. પ્રમુખ મુકેશ કુંડારિયા, વિનોદ ભાડજા, હરેશ બોપલિયા, કિરીટ પટેલ, પૂર્વ પ્રમુખ  નિલેશ જેતપરિયા, મોરબી ક્લોક એસો. પ્રમુખ શશાંક દંગી, જયંતિભાઇ રાજકોટિયા, દિનેશભાઇ વડસોલા તેમજ સરકારી શાળાના શિક્ષકો, પત્રકાર મીત્રો અને પાલિકાના પદાધિકારીઓ, જીતુભા જાડેજા, દિલીપ અગેચણિયા, કાજલ ચંડીભમર સહિતના વકીલો અને યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગના સભ્યો સાહિતના હાજર રહ્યા હતા




Latest News