હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે મંદિર પાસેથી ૨૦૪ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબીના ઘૂટું રોડે મંદિર પાસેથી ૨૦૪ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સ્મશાન સામે મસાણની મેલડી માતાજી મંદિરની પાછળના ભાગમાં બાવળની કાટમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૦૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૬૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી બે શખ્સોની ધરપકડ કરી હતી જોકે તેની પાસેથી વધુ બે શખ્સનાં નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સ્મશાનની સામે મસાણની મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૦૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૬૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ત્યાંથી જયેશ મનસુખભાઈ શેખલીયા જાતે પટેલ (૨૯) રહે. લાલપર જૂના ગામ રામજી મંદિર પાસે મૂળ રહે વણા તાલુકો લખતર અને હસમુખભાઈ નાનજીભાઈ સારલા જાતે કોળી (૪૧) રહે. સિલ્વર પાર્ક સોસાયટી ત્રાજપર ખારી પાછળ જુના ઘુટુ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો પાસેથી દીપકભાઈ શિવરામભાઈ કોળી રહે. સિલ્વર પાર્ક મોરબી તથા સિંધાભાઈ દશરથભાઈ કોળી ઠાકોર રહે રાજપર તાલુકો ધાંગધ્રા વાળાના નામ સામે આવ્યા છે જેથી તે બંનેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે.

એક બોટલ દારૂ

મોરબીના બાપા સીતારામ ચોક પાસેથી પસાર થતાં બે શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે સુનિલભાઈ મહેન્દ્રભાઈ દેવાણી જાતે બારોટ (૨૮) રહે. માધાપર શેરી નં-૧૨ અને દેવજીભાઈ ખેતાભાઇ પરમાર જાતે દલવાડી (૩૦) રહે. બોની પાર્ક સગારાની વાડી રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News