અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧લી જાન્યુઆરી થી ૪૫ દિવસ સુધી પ્રવેશબંધી 


SHARE







વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧લી જાન્યુઆરી થી ૪૫ દિવસ સુધી પ્રવેશબંધી 

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું વર્ષ-૨૦૨૨નું વાર્ષિક ફાયરીંગ હાથ ધરવા માટે તા.૧/૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર છે જેથી કરીને તા.૧/૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસેઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છેતે ફાયરીંગ બટ વિસ્તારમાં હોઈ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીંત્યાંથી પસાર થવું નહીંકોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે






Latest News