મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE









ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું

ટંકારા મુકામે સર્કિટ હાઉસ સામે આંબેડકર ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભંતે પ્રજ્ઞારત્ન થેરો (પોરબંદર ધ ગ્રેટ અશોક બૌદ્ધ વિહાર), ભંતે આનંદ અમરાવતી(મહારાષ્ટ્ર), આયુસ્યમાન સંજય મેસરામ (નાગપુર), ભંતે પથિકની ઉપસ્થિતિ હતી અને બહારથી આવેલ મહેમાનો ડો. જ્યંતીભાઈ માકડીયા, પ્રો. સુનિલભાઈ જાદવ, M.B. પારિયા, પરમાર હમીરભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા, સેલિબ્રિટી સ્વરા, યુક્તિ રાઠોડ, હારીન રાઠોડ,  કચ્છથી સિંહલ રાજ મેરિયા, અશોકભાઈ શીંધવ હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ ટંકારા લતિપર ચોકડીયેથી શોભાયાત્રા નીકળી આંબેડકર હોલ ખાતે બન્ને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને સિલ્ડ, પ્રમાણપત્ર, તેમજ બંધારણ ભેટમાં આવ્યું હતું, ત્યાર બાદ આવેલા મહાનુભાવોએ સમાજની પ્રગતિ માટે પોતાના અમૂલ્ય શબ્દો કહ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન ટંકારા આંબેડકર હોલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા




Latest News