મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

લોહાણા સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સન્માનમાં ઊમટી પડેલા સૌ કોઈનો આભાર : મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઇ ઘેલાણી


SHARE











લોહાણા સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સન્માનમાં ઊમટી પડેલા સૌ કોઈનો આભાર : મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઇ ઘેલાણી

મોરબી શ્રી લોહાણા મહાજન, રઘુવંશી ક્રાંતિ મંચ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, લોહાણા વિદ્યાર્થી ભવન, જલારામ સેવા મંડળ, શ્રી જલારામ જન્મોત્સવ સમિતી, ખખ્ખર પરિવાર, સમસ્ત પોપટ પરિવાર સહીતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તકે મોરબી લોહાણા મહાજનની અપીલને માન આપી મોરબી સહીતની જગ્યાએથી પધારેલ રઘુવંશી અગ્રણીઓનો મોરબી મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ આભાર માન્યો હતો.

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી જેમાં વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજના અગ્રણી, શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા છે.ત્યારે ૧૮૨ ધારાસભ્યોમાંથી એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે.ત્યારે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિકસમા પવિત્ર શ્રી રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રેલી સ્વરૂપે શ્રી રામધામ મુકામે પહોંચ્યા હતા.

મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ,  ચંદ્રવદનભાઈ પુજારા, પ્રવિણભાઈ સેતા, પ્રફુલ્લભાઈ કોટક, મુંકુંદભાઈ મીરાણી, કિર્તીભાઈ પાવાગઢી, જીતુભાઈ પુજારા, જીતુભાઈ રાજવીર, દીપકભાઈ સોમૈયા, સી.પી.પોપટ, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિત કક્કડ, રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લાના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જીલ્લા મહિલા પ્રમુખ મેઘાબેન દીપકભાઈ પોપટ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબીના અધ્યક્ષ હસુભાઈ પુજારા, રઘુવંશી ક્રાંતિ મંચ શહેર પ્રમુખ તેજશભાઈ બારા, નૈમિષભાઈ પંડિત, અમિતભાઈ દક્ષિણી, શહેર મહિલા પ્રમુખ ભાવનાબેન સોમૈયા, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજા, રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ, ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, ધર્મેશભાઈ ગંદા, પપ્પુભાઈ ચંડીભમર, પરિમલભાઈ હીરાણી, ભરતભાઈ રાચ્છ, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ના ઉપપ્રમુખ દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા મંડળ અગ્રણી ચંદ્રિકાબેન કીશોરભાઈ પલાણ, જલારામ મંદિર મહિલા મંડળના ચંદ્રિકાબેન માનસેતા, ભારતીબેન ચતવાણી, મીનાબેન ચંડીભમર, જલારામ સેવા મંડળ અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, અશોકભાઈ વલ્લભદાસ કાનાબાર, અનિલભાઈ સોમૈયા, વિશાલભાઈ ગણાત્રા, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી, સમસ્ત પોપટ પરિવાર મોરબી ના અગ્રણીશ્રી પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), દીપકભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, જલારામ જન્મોત્સવ સમિતી ના પ્રમુખ નરેન્દ્રભાઈ પોપટ, પૂર્વ પ્રમુખ કીશોરભાઈ પલાણ ઉપરાંત ભૂપતભાઈ ચંડીભમર, પંકજભાઈ ખખ્ખર, સંજયભાઈ જમનભાઈ ભોજાણી, નિલેશભાઈ ખખ્ખર, હકાભાઈ રાજા, પ્રદીપભાઈ પોપટ, જીતુભાઈ રાચ્છ, દીપેનભાઈ ચગ, રાજુભાઈ ભમ્મર(ભવાની ટાઈમ), હર્ષદભાઈ ભગદેવ, દીપકભાઈ જોબનપુત્રા, અતુલભાઈ પુજારાસહીતનાં અગ્રણીઓએ  રઘુવંશી જ્ઞાતિ રત્ન એવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનુ અદકેરૂ સન્માન કર્યુ હતુ. મોરબી લોહાણા મહાજન ની અપીલ ને માન આપી બહોળી સંખ્યા માં લોહાણા સમાજના અગ્રણીઓ શ્રી રામધામ મુકામે ધારાસભ્યનાં સન્માન સમારોહ તેમજ વિજયોત્સવમાં ઉપસ્થિત રહ્યા તે બદલ મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ સમસ્ત લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News