વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાશે


SHARE









મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાશે

રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ જાન્યુઆરીએ સ્વામિ વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને "વેસ્ટમાંથી બેસ્ટ” આપનાં આઈડીયા અન્યોનાં માર્ગદર્શક, આપની કલા, કૌશલ્ય, કારીગરીથી અન્યોને શીખવા, સમજવા, સમજાવવા અને સ્વરોજગારી  મેળવવામાં મદદરૂપ થઈ વ્યક્તિ સ્વનિર્ભર બનશે અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ તેવી ભાવના સાથે વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ ગૃહ સજાવટની અવનવી વસ્તુઓ બનાવવા માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે  

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર માન્ય "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની ધી વી.સી. ટેક. હાઈસ્કૂલમાં કાર્યરત છે અને આગમી રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિને ધ્યાને રાખીને "વેસ્ટમાંથી બેસ્ટ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં વેસ્ટ કપડાં, ઉન, પ્લાસ્ટીક-કાગળ, પ્લાસ્ટીક બોટલ, કેન્ડીની સળી, બાકસની સળી, પક્ષીઓનાં પીંછા, નકામી સીડી, કાગળ, નકામા બોક્સ વગેરે જેવી અનેક જુની ચીજ-વસ્તુઓમાંથી વિવિધ ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે ફુલ, રમકડાં, માસ્ક, તોરણ, થેલી  ઢીંગલી,પર્સ, ફુલદાની, પક્ષીઘર વગેરે વગેરે  જેવી આપની મનપસંદ આઈટમ બનાવો શકો છો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ જરુરી વસ્તુઓ સાથે લઈને આવવાની રહેશે અને આ સ્પર્ધા  "આર્યભટ્ટ "લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ ખાતે સવારે ૧૦ થી ૪:૩૦ સુધીમાં રાખવામા આવી છે જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થી  સંસ્થાનું નામ, ગામ  તથા અનુકુળ સમય લખી  એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટ પાસે એન્ટ્રી નોંધાવવા માટે જાણ કરવામાં આવી છે  અત્રે ઉલેખનીય છે કે, આ સ્પર્ધામાં બહારથી આવેલા સ્પર્ધકોને નિયમાનુસાર એસ.ટી. બસ ભાડુ ચુકવવામાં આવશે.




Latest News