મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા  ચાર વ્યાજખોરોની ધરપકડ


SHARE









મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા  ચાર વ્યાજખોરોની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા યુવાને દવાખાનના કામ માટે થોડા સમય પહેલાં વ્યાજે રૂપિયા લીધા હતા અને ત્યારબાદ તે યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો હતો અને જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા હતા અને તે રૂપિયાની સામે અનેક ગણી વધુ રકમ ચૂકવી દીધી છે તો પણ વ્યાજખોરો દ્વારા તેની પાસેથી બળજબરી પૂર્વક વધુ રૂપિયા કઢાવવા માટે થઈને ધાકધમકી આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા અને લેથના કારખાનામાં કામ કરતા પ્રદીપભાઈ કેશવજીભાઈ પરમાર જાતે સતવારા (૨૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શક્તિસિંહ ઝાલા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, ભાવેશભાઈ સતવારા રહે. ગોકુલનગર મોરબી, દર્શનભાઈ સતવારા રહે. ગોકુળનગર મોરબી અને મયુર આહીર રહે. ક્રિષ્ના ફાઇનાન્સ સ્વામીનારાયણ મંદિર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી એકાદ વર્ષ પહેલા તેને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી કરીને તેને જે તે સમયે દર્શનભાઈ સતવારા પાસેથી ૧.૨૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે સમયે તેની લોડીંગ રીક્ષાની આરસી બુક તેની પાસેથી દર્શન સતવારાએ લઈ લીધી હતી ત્યારબાદ હાઉસિંગ બોર્ડમાં રહેતા શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઈ સતવારા અને મયુર આહીર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતાં વધુ આપી દીધા હતા તો પણ દર્શન સતવારા અને ભાવેશ સતવારા ફરિયાદી યુવાન કારખાને કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ તેને મુનનગર ચોકમાં લઈ ગયા હતા જ્યાં શક્તિસિંહ ઝાલા પણ હાજર હતા અને તું કેમ અમારા રૂપિયા આપતો નથી તેમ કહીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ગાળો આપવામાં આવતી હતી જેથી યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપી શક્તિસિંહ દિલિપસિંહ ઝાલા રહે. પંચસર, ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા રહે. શનાળા તાતની વાડી, દર્શનભાઈ જેઠાભાઇ પરમાર રહે. ગોકુળનગર મોરબી અને મયુર નરસંગભાઈ વીરડા રહે. સોનગઢ માળીયા વાળાની ધરપકડ કરેલ છે




Latest News