ઓનલાઈનની આંટીઘૂટી !: મોરબીમાં એક સાડી મહિલાને ૫૬ હજારમાં પડી
મોરબીના વીસીપરા અને ત્રાજપરમાંથી પ્રતિબંધીત ૨૬ ચાઈનીઝ દોરાની ફિરકીઓ સાથે બે શખ્સ પકડાયા : ગુનો નોંધાયો
SHARE
મોરબીના વીસીપરા અને ત્રાજપરમાંથી પ્રતિબંધીત ૨૬ ચાઈનીઝ દોરાની ફિરકીઓ સાથે બે શખ્સ પકડાયા : ગુનો નોંધાયો
મોરબી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચાઈનીઝ ફીરકી તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો હોય પોલીસ દ્વારા આ અંગે ચેકિંગ કરવામાં આવતું હોય છે દરમિયાનમાં ગત મોડી રાત્રે દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ત્રાજપર અને વીસીપરા વિસ્તારમાંથી કુલ મળીને ૨૬ પ્રતિબંધીત ચાઈનીઝ ફીરકી સાથે બે ઈસમોને પકડવામાં આવ્યા હતા અને તેમની સામે જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા મોરબીના વીસીપરામાં આવેલ જીનના મેદાન પાસેથી નીકળેલ કુમારભાઈ દીપકભાઈ પંસારા જાતે દેવીપુજક (ઉંમર ૨૧) રહે. વીસીપરા રમેશ કોટન મિલની ચાલીમાં વાળાને અટકાવવામાં આવ્યો હતો અને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી ચાઈનીઝ દોરાની ૨૧ નંગ ફીરકી મળી આવતા રૂપિયા ૪૨૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે કુમાર દિપકભાઈ પંસારાની ધરપકડ કરી તેની સામે જાહેરનામા ભંગ બદલ કલમ ૧૮૮ તથા જીપીએકટ કલમ ૧૩૧ અને ૧૧૭ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી જે અંગે આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા ચલાવી રહ્યા છે.જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી નીકળેલા જીગ્નેશ જગદીશ માંજુસા જાતે કોળી (ઉમર ૧૯) રહે. ત્રાજપર ચોરા પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને અટકાવી તેની ઝડતી લેતા તેની પાસેથી પણ પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી નંગ પાંચ મળી આવતા રૂપિયા એક હજારની કિંમતના મુદ્દામાલ સાથે જીગ્નેશ કોળીને પકડવામાં આવ્યો હતો અને તેની સામે પણ જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૮૮ તેમજ જીપીએકટ કલમ ૧૩૧ અને ૧૧૭ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી જે અંગે આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.
ઝેરી દવા પી જતા મહિલા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામના વતની રમાબેન રામજીભાઈ કકાસણીયા નામની ૪૨ વર્ષની મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા રમાબેન કકાસણીયાને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના ગેઇટ નજીક રહેતા કેશુભાઈ દેવજીભાઈ અદગામા નામના ૬૫ વર્ષના વૃદ્ધને તેમના ઘેર કામે જવા બાબતે તેમના પત્ની સાથે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા કેસુભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.