મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા


SHARE







મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે તા ૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરના ત્રાસની કોઈ પણ ભોગ બનેલ વ્યક્તિ ફરિયાદ કરી શકશે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે પોલીસ દ્વારા લોકોને નાણાકીય જરૂરિયાત માટે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવાને બદલે બેન્કકો-ઓપરેટીવ સોસાયટી કે અન્ય માઈક્રો ફાઇનાન્સ કંપનીમાંથી લોન-ધિરાણ મળી રહે તે માટે વિવિધ નાણાકીય સંસ્થાઓની માહિતી પણ આપવામાં આવશે સાથે લોન માર્ગદર્શન અંગે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. આ ઉપરાંત જનસંપર્ક સભામાં કોઈ નાગરિકો ફરિયાદ ન કરી શકે તેમ હોય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૪૭૮મોરબી એલસીબી ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૭૫૬૭૮ ૮૮૮૬૭ કે પછી મોરબી એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૯૫૩૭૭ ૯૯૮૮૮ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News