મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તળાવમાં ગટરની ગંદકીથી ત્રાહિમામ: હેતુફેર કરીને ગાર્ડન બનાવવાની માંગ


SHARE





મોરબીના રવાપર ગામે તળાવમાં ગટરની ગંદકીથી ત્રાહિમામ: હેતુફેર કરીને ગાર્ડન બનાવવાની માંગ

મોરબીના રવાપર ગામે આવેલ તળાવની આસપાસમાં છેલ્લા વર્ષોમાં ઘણી બધી સોસાયટીઓ બની ગયેલ છે અને સોસાયટીઓમાં અંદાજે ૬૦૦૦ કરતાં વધુ લોકોની વસ્તી છે અને આ લોકોના ભોંખારના દૂષિત પાણી સીધા તળાવમાં આવતા હોવાથી ત્યાં ગંદકીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને સોસાયટીમાં રહેતા લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે ખાસ કરીને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેથી કરીને મચ્છરજન્ય રોગચાળો વધે તેમજ લોકોના આરોગ્યને નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને મોરબી તાલુકા પંચાયતના માજી સદસ્ય લલીતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા દ્વારા રવાપર ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજૂઆત કરીને રવાપર ગામે આવેલ તળાવમાં થતી ગંદકીનો કાયમી નિકાલ કરવામાં આવે અને જો તળાવનો કોઈ ઉપયોગ ન હોય તો તેનો હેતુફેર કરીને ત્યાં ગ્રામજનો માટે બગીચો બનાવવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે વધુમાં લલીતભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું છે કે રવાપર ગામની આસપાસના વિસ્તારમાં આજની તારીખે ૩૦ થી ૪૦ હજાર જેટલા લોકોની વસ્તી છે અને આ ગામની આસપાસમાં કોઈ હરવા ફરવા લાયક સ્થળ નથી ત્યારે ગંદકીનું ઘર બની ગયેલ તળાવને ગાર્ડનમાં હેતુફેર કરવામાં આવે અને ત્યાં ગામના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને હરવા ફરવા જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે




Latest News