મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડેલ યુવાનનું મોત


SHARE





મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પતરા ચડાવવાની કામગીરી દરમિયાન યુવાનો ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો વિનોદભાઈ અનિલભાઈ સોનને (૨૮) મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ મેલેનિયમ સેરા સીરામીક નામના કારખાનામાં પતરા ચડાવવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તે ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News