મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર દ્વારા કાલે મોરબી-ટંકારામાં ૫૧ સૂર્ય નમસ્કારનું આયોજન


SHARE











ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર દ્વારા કાલે મોરબી-ટંકારામાં ૫૧ સૂર્ય નમસ્કારનું આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૪ મી જાન્યુઆરી ૨૦૨૩ ઉતરાયણના દિવસે  ગુજરાતનાં ૭૫ વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) સ્થળો પર સુર્યનમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે.

 જેમાં એક સાથે ૧૦૦ યોગી ભાઈ-બહેનો દ્વારા ૫૧ સુર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઉગતા સુર્યનું પૂજન કરશે. ત્યાર બાદ ઉતરાયણની ઊજવણી કરશે. જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી તેમજ યોગ પ્રત્યે જાગૃતિ તેમજ  યોગનો પ્રચાર પ્રસાર અંગેનો છે. અને મોરબીના આલાપ પાર્ક સોસાયટી ૮૦ ફૂટ મેઈન રોડ ઉપર તેમજ રાજકોટ મોરબી હાઈવે રોડ બ્રિજ સામે એમ. પી. દોશી વિદ્યાલય ટંકારા ખાતે મોરબી જીલ્લામાં આયોજન કરાયું છે અને ત્યાં સવારે ૭ વાગ્યેથી ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે આમાં ભાગ લેનાર દરેક સાધકને E certificate ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે જે માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. અને તે રજીસ્ટ્રેશન https://forms.gle/UxefG5MfznLuSrcZ8 આ લિન્ક ઉપર કરી શકશે અને વધુ માહિતી માટે 95862 82527 અને 95589 26180 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News