મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ


મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ અંતર્ગત સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય બંધારણ ઉપર વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો રાખવામા આવ્યા હતા આ પરીક્ષામાં રાઠોડ હેતલ, વાઘેલા હીના તથા શિયાર જયેશ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવેલ હતા આ  ઉપરાંત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે જ્ઞાનધારા વિભાગ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઠોડ હેતલ પ્રથમ ક્રમે, કુંભરવડિયા નિખિલ દ્વિતીય ક્રમે તથા ગોગરા મુના તૃતીય ક્રમે વિજેતા બની હતી અને આ બંને સ્પર્ધાનું આયોજન જ્ઞાન ધારાના કોર્ડીનેટર ડો. રામ વારોતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે પ્રિન્સિપાલ કે.આર. દંગી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા આ વકૃત્વ સ્પર્ધામાં ડો. અનિલસિંહ રાજપુત તથા ડો. રેખાબેન શાહે નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.




Latest News