દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત


SHARE









વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસે આવેલ સ્ટોનના ભરડીયાની ઓરડીમાં રહેતા વૃદ્ધે તેની દીકરીની સગાઈ થતી ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા અને તેને પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ધાર પાસે ભારત સ્ટોન ક્રશર નામના ભડીયાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણાએ ઓરડીમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અશ્વિનભાઈ હસમુખભાઈ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હસમુખભાઈ મકવાણાની દીકરીની સગાઈ થતી ન હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા અને તેઓએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે




Latest News