મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયામાં “તે કેમ અમારી ફુઇની દિકરીનુ ઘર ભંગાવેલ છે” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE













માળીયામાં “તે કેમ અમારી ફુઇની દિકરીનુ ઘર ભંગાવેલ છે” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે ઉભેલા યુવાનને “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” કહીને બે શ્ખ્સોએ લોખંડની ડાંગ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો અને તેને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન સફર સંસ્થાની બાજુમાં રહેતા રફીકભાઇ હનીફભાઇ ભટી જાતે મીયાણા (ઉ ૨૪)એ હાલમાં સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યુ  છે કે, તે માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે આદમભાઇ માલાણીની દુકાન નજીક હતો ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરીયાદીને કહેલ કે “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” અને બાદમાં જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી હતી અને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેકએ તેને જમણા પગમા લોખંડની ડાંગ વતી માર મારી ફેકચરની ઇજા કરી છે તથા આરોપી અલીઅકબરભાઇ અમીનભાઇ માણેકએ તેને બંન્ને હાથમા લાકડાના ઘોકા વતી માર મારી ઇજા કરેલ છે હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News