મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી


SHARE





મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી

આગામી જુન માસથી નવી શિક્ષણ નીતિ ૨૦૨૩ શરૂ થઈ રહી છે જે શિક્ષણ નીતિ મુજબ ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હશે તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે જો એક દિવસ પણ બાળકનો ઓછો પડશે તો તેને એક વર્ષ રાહ જોઈ પડશે જેના અનુસંધાને એક તારણ કાઢવામાં આવેલ છે કે, અંદાજિત ત્રણ માસની અંદર જો એક આંકડો કાઢવામાં આવે તો બેથી અઢી લાખ બાળકોનું ભવિષ્ય એક વર્ષ માટે શિક્ષણથી વંચિત રહે તેવું છે

સરકાર જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી રહી છે તે સારી છે પરંતુ સરકાર દ્વારા જળતાપૂર્વક તેનું  અમલવારી એક વિચિત્ર બાબત છે કેમ કે, જન્મ મરણ તે કુદરતી પ્રક્રિયા છે જો સરકાર એવું ઈચ્છે રહી હોય કે બાળક છ વર્ષે પૂર્ણ થયા બાદ જ શિક્ષણ લે તો તે પરિપક્વ કહેવાય પરંતુ શું સરકારને જાણ નથી કે અઢી વર્ષથી જ બાળકો માટે નર્સરી, યુકેજી, એલકેજી અને પ્લે હાઉસ જેવા હટડાઓ શેરીએ ગલીએ ખુલેલા છે. તેના ઉપર અંકુશ લગાવવામાં ન આવે ત્યાં સુધી આ સારો આશ્રય ખરેખર સફળ થઈ શકે તેમ છે જ નહીં તેમ છતાં જો સરકારને નવી નીતિની અમલવારી જ કરવી જ હોય તો સત્ર શરૂ થતાની સાથે ૬૦ થી ૯૦ દિવસની છૂટ અચૂક આપવી જોઈએ જો તેવું કરવામાં આવે તો વાલીઓ ઉપર આર્થિક ભારણ અને બાળકોનું શિક્ષણ બગડશે નહીં જે માટે મારા દ્વારા જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી છે જો દરેક વાલી પોતાના બાળકનું એક વર્ષ ના બગાડવા માંગતા હોવ તો પરેશકુમાર પારીઆ (૮૭૩૨૯૧૮૧૮૩) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News