મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે બે દિવસ પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મકનસર ગામના યુવાનનું મોત નિપજયુ હતું અને એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અકસ્માત સર્જનાર અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો છે

મોરબી તાલુકા પોલીસ મથકે મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા કલ્પેશભાઇ લવજીભાઇ ભંખોડીયા (૧૯)એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મકનસર ગામે રહેતા મનહરભાઈ ઠાકરશીભાઈ પ્રજાપતિ (૪૮) તથા તેમની સાથે એક વ્યક્તિ બાઈકમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એક્સલ સીરામીક નજીક ડિવાઇડર વચ્ચેથી રોડ ઉપર આદું બાઇક અજાણ્યા શખ્સે ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઘટના સ્થળે જ મનહરભાઈ પ્રજાપતિ નામના યુવાનનું મોત નિપજયુ હતું અને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે હાલમાં ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સબીર અબ્દુલ ફકીર (૨૮) નામના યુવાનને તેના ઘર પાસે બપોરના બે વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શંકરભાઈ છગનભાઈ રાવળદેવ (૪૫) રહે. પાડાપુલ નીચે ઝૂંપડપટ્ટી વાળાને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News