મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં ઘરમાં ચૂલો સળગાવતા સમયે દાઝી ગયેલા વૃદ્ધાનું મોત​​​​​​​ 


SHARE













વાંકાનેરના પંચાસિયામાં ઘરમાં ચૂલો સળગાવતા સમયે દાઝી ગયેલા વૃદ્ધાનું મોત 

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરની અંદર ચૂલો સળગાવતા હતા ત્યારે તેને પહેરેલા કપડામાં આગ લાગી હતી જેથી કરીને વૃદ્ધા ગંભીર રીતે દાજી ગયા હતા જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને પોલીસને અકસ્માત મૃત્યુના બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા જયંતીલાલ મકવાણાના પત્ની મધુબેન મકવાણા (૬૫) પોતાના ઘરે હતા અને ત્યારે તેઓ સવારે આઠેક વાગ્યાના અરસામાં ચૂલો સળગાવતા હતા દરમિયાન તેને પહેરેલા કપડામાં આગ લાગી ગઈ હતી જેથી કરીને તેઓ ગંભીર રીતે દાજી ગયા હતા અને તેના પતિ જયંતીલાલ મકવાણા ગંભીર હાલતમાં મધુબેનને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે વૃદ્ધાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં લક્ષ્મી ટાવરમાં રહેતા જીતેન્દ્રભાઈ વાલજીભાઈ ગામી જાતે પટેલ (૩૫) પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ સમયે તેને હાર્ટ એટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃત દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હોય હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News