મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લામાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે બ્રહ્મ-આહીર સમાજે કરી ખાસ વ્યવસ્થા
SHARE
મોરબી જીલ્લામાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે બ્રહ્મ-આહીર સમાજે કરી ખાસ વ્યવસ્થા
ગૌણ સેવા પસંદગીની આગામી રવિવારે પરીક્ષા યોજાવાની છે ત્યારે જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી પરીક્ષા આપવા માટે આવી રહેલા પરિક્ષાર્થી માટે બ્રહ્મ સમાજ અને આહીર સમાજ દ્વારા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરેલ છે
આગામી તા. ૨૯ ને રવિવારે સરકાર તરફથી લેવામાં આવતી ગૌણ સેવા પસંદગીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પરીક્ષા આપવા માટે મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી જે કોઈ બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ આવવાના હોય તેના માટે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે પરશુરામ ધામ મંદિર તરફથી રહેવા અમે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેના માટે ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા ૯૮૨૫૬ ૭૧૬૯૮, ડો. અનિલભાઈ મહેતા ૯૭૨૭૭ ૩૧૩૮૧ અને ચિંતનભાઈ ભટ્ટ ૯૭૧૫૨ ૭૭૭૭૭ તેમજ નિરજભાઈ ભટ્ટ ૯૯૭૯૩ ૧૩૧૯૨ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
તેવી જ રીતે મોરબી જિલ્લા આહીર સમાજ તેમજ કર્મચારી મંડળના આહીર વૈચારિક ક્રાંતિ ગ્રુપ, પોલીસ પરિવાર દ્વારા આ પરીક્ષા આપવા માટે આહીર સમાજના જે વિધાર્થી ભાઈઓ અને બહેનો મોરબી જીલ્લામાં રહેવા અને જમવા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોરબી જિલ્લાનાં હળવદ, વાંકાનેર, મોરબીમાં ભાઈઓ તેમજ બેહનો માટે આ વ્યવસ્થા રાખી છે જેમાં મોરબી સિટી અને ટંકારા માટે રવિભાઈ હુંબલ (૯૬૩૮૯ ૦૪૩૩૩), હરદેવભાઈ કાનગડ (૯૯૨૪૬ ૭૪૬૦૦), મનવિર ખાંડેખા (૯૮૨૫૩ ૮૮૩૮૮), અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજીયા (૯૭૩૭૪ ૭૮૬૦૬), રાજેશભાઈ મંઢ (૯૮૯૮૭ ૮૯૫૫૨), અશ્વિનભાઈ ચાવડા (૮૩૨૦૫ ૮૨૨૬૧), મચ્છુ કાંઠા આહીર કેળવણી મંડળના પ્રમુખ કાળુભાઈ ચાવડા (૯૮૭૯૯ ૯૫૩૩૫) તેમજ વાંકાનેર માટે સિદ્ધરાજભાઈ ડાંગર (૯૮૦૪૮ ૧૮૭૧૮) અને હળવદ માટે ભાવેશભાઈ ડાંગર (પોલીસ) (૯૯૭૯૯ ૪૧૨૪૩) નો સંપર્ક કરવા જણાવ્યુ છે