મોરબી જીલ્લામાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે બ્રહ્મ-આહીર સમાજે કરી ખાસ વ્યવસ્થા
મોરબીના ઝુલતા પુલ કેસમાં ઓરેવા ગ્રૃપના જયસુખભાઈ પટેલનું ભાગેડુ આરોપી તરીકે નામ ચાર્જશીટમાં દર્શાવ્યુ: કુલ 10 આરોપી બતાવ્યા
SHARE
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાના લીધે 135 લોકોના મોત નીપજયાં હતા જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જો કે, કાલે આ ઘટનાને 90 દિવસ પૂરા થઈ રહ્યા છે જેથી કરીને આજે આ કેસમાં તપાસનિસ અધિકારી દ્વારા મોરબીની કોર્ટમાં 42 પાનાનું ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યુ હતુ જેમા ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યુ છે અને તેને ચાર્જશીટમાં ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે
મોરબીમાં મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતો પુલ છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા હસ્તાક હતો અને નગરપાલિકાની માલિકી હતી જોકે વર્ષ 2007માં પ્રથમ વખત આનો કરાર કરીને દસ વર્ષ માટે અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપને તેનું સંચાલન સોંપવામાં આવ્યું હતું અને તે સમયગાળો પૂરો થયા બાદ લાંબા સમય સુધી કરારને રીન્યુ કરવામાં આવ્યો ન હતો અને અન્ય કોઈ એજન્સી અથવા તો કંપનીને કામ આપવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા પણ પાલિકા દ્વારા કરવામાં આવી ન હતી જેની નોંધ હાઇકોર્ટમાં કરવામાં આવેલ સુનવણી દરમિયાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસે પણ ગંભીર રીતે લીધી હતી અને પાલિકાના જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપને જે કરાર કરી આપવામાં આવ્યો છે તેને લઈને પાલિકાની જવાબદારી શું ? તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ભારતને નહીં પરંતુ અન્ય દેશમાં પણ લોકોને હચમચાવી નાખનારી ઘટનામાં આજે તપાસનીશ અધિકારી દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે ત્યારે અત્યાર સુધી ભલે નાની માછલીઓને પકડવામાં આવી હોય પરંતુ હવે મોટા મગરમચ્છનું નામ સામે આવી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં 30/10/2022 ના સાંજના છ વાગ્યે મોરબીનો ઝુલતો પુલ લોકો ત્યાં હરવા ફરવા માટે આવ્યા હતા ત્યારે તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર બાળકો મહિલાઓ વૃદ્ધો સહિતના જે લોકો હતા તે ઝુલતા પુલના કાટમાળની સાથે જ નીચે નદીના પટમાં પડ્યા હતા અને નદીના પટમાં ભરેલ ગટરના ગંદા દૂષિત પાણીની અંદર રીબાઇ રીબાઈને કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યા હતા અને ઘણા લોકોને ઇજાઓ થઈ હતી આ ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાની ગણતરીની કલાકો બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં પુલનું મેનેજમેંટ અને મેંટેનન્સ કરનારા એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાં કોઈના નામનો ઉલેખ ન હતો જો કે, અત્યાર સુધીમાં આ ગુનામાં પોલીસે નવ આરોપીને પકડેલ છે જે તમામ જેલમાં છે અને ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલને પણ પકડવામાં આવે તેવી શક્યતા છે તેટલા જ માટે તેને આગોતર જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી પણ કરલે છે
દરમ્યાન આ ઘટનાને કાલે 90 દિવસ પૂરા થઈ રહ્યા છે ત્યારે સમય મર્યાદામાં આજે તપાસનીસ અધિકારી દ્વારા સરકારી વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આ દુર્ઘટના મુદે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે અને આ બનાવની તપાસ ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તેમણે કરેલ તપાસ આધારે હજુ સુધીમાં જેના જેના નામ આરોપી તરીકે સામે આવી રહ્યા છે તેનો આજે ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે અને આજે જે ચાર્જશીટ ફાઇલ કરેલ છે તેમા મૃતકોના પરિવારજનો, ઇજાગ્રસ્તો, સારવાર આપનારા ડોકટર અને અધિકારીઓના નિવેદન લેવામાં આવેલ છે અને ઝૂલતા પુલના કેસમાં પકડાપેલા નવ આરોપી સામે ચાર્જશીપ ફાઇલ કરાયેલ છે અને જયસુખભાઇ પટેલ ભાગેડુ જાહેર કરાયેલ છે જેથી તેના સામે તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જશીપ ફાઇલ કરાયેલ નથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે