મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં કામ સમયે પડી જતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE











મોરબીના બેલા પાસે કારખાનામાં કામ સમયે પડી જતાં ઇજા પામેલા આધેડનું મોત

મોરબીના જેતપર રોડ પર આવેલ બેલા ગામની સીમમાં સીરામીક કારખાનાની અંદર કામગીરી દરમિયાન અચાનક આધેડ નીચે પડી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા રસુલભાઈ અલ્લારખાભાઈ કટિયા (૫૫) મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં બેન્ટા સિરામિક નામના કારખાનાની અંદર કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામે રહેતા જગદીશભાઈ ટપુભાઈ કોરડીયા જાતે કોળી (૪૦) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News