મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પેપરલીક કાંડ નોકરીવાંચ્છુ પરિક્ષાર્થીઓ પાસેથી નાણા પડાવવાનું ભાજપ સરકારનું કાવત્રુ !?


SHARE











મોરબી પેપરલીક કાંડ નોકરીવાંચ્છુ પરિક્ષાર્થીઓ પાસેથી નાણા પડાવવાનું ભાજપ સરકારનું કાવત્રુ !?

તાજેતરમાં રાજય સરકાર દ્વારા જુનિયર કલાર્કની ભરતીની પરિક્ષા યોજાયેલ જેમાં પેપર લીક થવાથી પરિક્ષા રદ થયેલ છે.આવા પેપર કૌભાંડ છેલ્લા ઘણા વખતથી ચાલે છે. ભા.જ.પ. સરકારને સબંધકર્તાઓને નોકરી ન આપવી પડે માટે ઈરાદાપુર્વક આવા કૌભાંડો કરે છે..? અને નોકરીવાંચ્છુકો પાસેથી નાણાં ખંખેરવાનું વ્યવસ્થીત કાવત્રુ તો નથીને તેવો આક્ષેપ મોરબીના કોંગી આગેવાન તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઈ બી. રબારીએ કરેલ છે.

સબંધકર્તા નોકરીવાંચ્છુ પરિક્ષાર્થીઓ પાસેથી રૂા. ૨૦૦ થી ૮૦૦ સુધીના પેપર ફીના પૈસા ઉઘરાવાય છે. નોકરીમાં અગીયાર સો જગ્યા માટે નવ લાખ કરતા પણ વધુ લોકો પાસેથી પરિક્ષા ફી ઉઘરાવાય છે. જુદી જુદી પરિક્ષા માટે અલગ અલગ ફી રાખવામાં આવે છે ત્યારે આવા જુનિયર કલાર્ક માટે સામાન્ય લોકો પરિક્ષા આપતા હોય છે. તેઓની પેપર ફી ઉપરાંત તેવોના આવવા-જવાનું અને જે તે જગ્યા એ રોકાવવાનો પણ મસમોટો ખર્ચ આવે છે. આ બધા પરિક્ષાર્થી પેપર લીકના બહાને પરિક્ષા રદ કરાવે છે ત્યારે આમાં સો એ સો ટકા સરકારનો હિસ્સો રહેલ છે. લોકો મહેનત મજુરી કરી પેપર ફી અને આવન જાવન ખર્ચ કરે છે. આ પેપર લીક એક વખત નથી થયું અનેક વખત થાય છે. મતલબ સરકાર નોકરી આપવા ઈચ્છતી નથી માત્ર અને માત્ર લોકોની લાગણી સાથે ખીલવાડ કરે છે અને નાના લોકોની મશ્કરી કરે છે. તેવા સંજોગોમાં આ બનાવ વધુ ગંભીર અને ભયાનક છે જે અંગે ચોકકસ પગલા લેવા જોઈએ. આગામી પરિક્ષામાં પેપર ફી અને મુસાફરી, રહેવા માટેનું ખર્ચ સરકારે આપવું જોઈએ.તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઈ બી. રબારીએ કરેલ છે






Latest News