મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે
Breaking news
Morbi Today

મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE





મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ બિહારના કટીહાર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં આવેલ ક્રિષ્ના પાર્ક-૨ માં ભાડાના મકાનમાં રહેતા રૂકશાનાબાનું ઉર્ફે માયા નકીરહુસેન શેખ જાતે મુસ્લિમ (૩૨) નામની મહિલાએ પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મૂળ મધ્ય પ્રદેશના રિબા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હનુમાન મંદિર નજીક પ્રભુભાઈ પરસોત્તમભાઈ કુંડારીયાના મકાનમાં ભાડે રહેતા અંબિકાબેન ગુલાબરાયમાજી મલા જાતે માજી (૨૩) નામની યુવતીએ જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ આપઘાત કરી લેનાર મહિલા છેલ્લા થોડા દિવસોથી બીમાર રહેતી હતી અને બેચન રહેતી હતી દરમિયાન તેને પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધેલ છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News