મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત


SHARE











મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત

મોરબીના પંચાસર ગામે વાડીએ રાઇન મજૂરી કામ કરતી મહિલાને તેના પતિએ ઠપકો આપ્યો હતો જેથી કરીને ઓરડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને પરણીતાએ આપઘાત કર્યો છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક પરણીતાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં દિલુભા દાદુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદયપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણકી ગામના રહેવાસી નમલેશભાઈ દેવજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૪૪) ના પત્ની ખારવીબેન નમલેશભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૪) એ વાડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાના પતિ પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, મૃતક મહિલા તેના પતિ સાથે વતનમાં સાઢુભાઈના લગ્નમાં ગયેલ ત્યારે લગ્નમાં જવાના બદલે મૃતક મહિલા તેના પિયરમાં જતી રહેલ હતી જે બાબતે મૃતક મહિલાના પતિએ તેને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેણે પંચાસર ગામે આવેલ વાડી ખાતે બધા રાત્રિના સમયે સૂતા હતા ત્યારે મનોમન લાગી આવતા ઓરડીની બાજુમાં આવેલ કુવાના પાણીમાં પડીને પોતાની જાતે આત્મહત્યા કરી લીધેલ છે






Latest News