મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ૧૭.૫૦ લાખની સામે ૩૨.૪૦ લાખ વસૂલ્યા તો પણ પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ૧૭.૫૦ લાખની સામે ૩૨.૪૦ લાખ વસૂલ્યા તો પણ પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરની ધરપકડ

વાંકાનેરના હસનપર ખાતે રહેતા યુવાને ધંધા માટે થઈને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે ૧૭.૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ૩૨.૪૦ લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં પણ હજુ પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ કઢાવવા માટે થઈને પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને યુવાને કોરા ચેક આપેલ હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી જેથી યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના હસનપર ખાતે રહેતા ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા જાતે કોળી (૩૪) એ ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના ધંધા માટે થઈને ઉંચા વ્યાજે જુદાજુદા સમયે બંને શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા જેમાં ભરતભાઈ પરસોંડા પાસેથી પાંચ લાખ રૂપિયા તથા સુરેશભાઈ ડાભી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ભરતભાઈને ૩.૬૦ લાખ અને સુરેશભાઈને ૨૮.૮૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને ભરતભાઈએ તેની પાસેથી કોરા ચેક લીધા હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપી રહ્યા હતા જેથી યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે






Latest News