મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાહન ચાલકો સાવધાન: મોરબી જીલ્લામાં ટાટા કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનો ગુનો નોંધાયો


SHARE













વાહન ચાલકો સાવધાન: મોરબી જીલ્લામાં ટાટા કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનો ગુનો નોંધાયો

સામાન્ય રીતે લોકો પોતાના વાહનોના મશીનું આયુષ્ય વધારવા માટે બ્રાન્ડેડ ઓઇલનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ હવે મશીનમાં ઉપયોગમાં લેવામાં આવતા બ્રાન્ડેડ ઓઇલ જેવા જ ડુપ્લિકેટ ઓઇલ બનાવવામાં આવે છે તે હક્કિત છે તેવામાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાબુડીયા ગામે કારખાનાની ઓરડીમાંથી અગાઉ જે શખ્સ એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો હતો તેની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એક્ટનું જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે કેમ કે, આ શખ્સ દ્વારા ટાટા કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ બનાવીને તેને ઓરેજિનલ ઓઇલ તરીકે માર્કેટમાં વેચવામાં આવતું હતુ હાલમાં પોલીસે ગુનો નોંધીને એમડી ડ્રગ્સના ગુનામાં ઔગાઉ પકડાયેલ આરોપીને હવે આ ગુનામાં પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગાંધીનગર સેક્ટર/૦૪ એ પ્લોટ નં.૨૨૫/૦૨ આર.ટી.ઓ. સર્કલની બાજુમાં રહેતા અને ઇઆઇપીયારના ઓપરેશન મેનેજર સુનીલભાઇ મહેન્દ્રભાઇ વોરા જાતે વૈષ્ણવ (૫૨)એ હાલમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાબુડીયા ગામે “આદિત્યરાજ રીફેકટ્રીઝ” નામના કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડી માંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી જાતે જાટ (૩૮) રહે. મુળ હોડ, પુનીયો કી ઢાણી સતા સીણધરી જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ આરોપીએ TATA GENUINE DEF (યુરીયા) ડીઝલ એકગ્જોસ્ટ ફલ્યુએડ શીલપેક ૨૦ લીટરની ક્ષમતા વાળી ૯૯ ડોલ જેની કિંમત ૧,૩૮,૬૦૦ તથા ટાટા જેન્યુન પાર્ટસ લખેલ ૨૩૪ સ્ટીકર આમ કુલ મળીને ૧,૩૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો અને ટાટા કંપનીની કોઇપણ જાતની પરવાનગી કે ઓથોરીટી વગર અનઅધીકૃત રીતે બનાવીને ઓરીજીનલ બ્રાન્ડ તરીકે વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખ્યા હતા જેથી કરીને કોપીરાઇટ એક્ટ કલમ- ૬૩, ૬૪ તથા ટ્રેડમાર્ક એક્ટ કલમ-૧૦૩, ૧૦૪ મુજબ પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News