મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

ધ્રોલ પોલીસમાં નોંધાયેલ મનીલોન્ડરીંગના ગુનામાં મોરબીના યુવાનની ધરપકડ


SHARE











ધ્રોલ પોલીસમાં નોંધાયેલ મનીલોન્ડરીંગના ગુનામાં મોરબીના યુવાનની ધરપકડ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મની લોન્ડરીંગ સહિતની કલમો હેઠળના ગુનામાં મોરબીના યુવાનની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ નજીકની ગોપાલ સોસાયટીમાં રહેતા અને મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના વતની સાગર જયંતીભાઈ પટેલ નામના યુવાનની ધ્રોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે આઇપીસી કલમ ૩૦૬, ૩૮૦, ૫૦૪, ૫૦૬(૨) અને મની લોન્ડરીંગ સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનાના કામે ધ્રોલ પોલીસ દ્વારા સાગર જયંતીલાલ પટેલની હાલમાં મોરબી ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

હળવદ તાલુકાના મેરૂપર ગામના વતની શૈલેષ હસમુખભાઈ ભાલ જાતે નાયક નામના ૨૨ વર્ષના યુવાને ગામના સીમ વિસ્તારમાં કોઈ અજાણી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે રહેતા સાવન જગનભાઈ આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના નવા દેવળિયા ગામે રહેતા દેવજીભાઈ માલાભાઈ પરમાર નામના ૫૫ વર્ષીય આધેડ તથા પ્રેમીલાબેન દેવજીભાઈ પરમાર ૪૬ બંને તેઓના ઘેર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ કરી હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ બંનેએ દવા પી લીધી હતી.

આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના રહેવાસી કિરીટભાઈ ભરતભાઈ જોશી નામના ૫૦ વર્ષીય આધેડને મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાસે કબ્રસ્તાન નજીકથી ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ ખસેડાયા હતા તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચેલી હોય અને કોઈ વાલી વારસ ન હોય અને અશકત હોય અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કિરીટભાઈ જોશીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે અને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો સતારભાઈ હુસેનભાઇ શેખ નામનો ૪૨ વર્ષનો યુવાન રવાપર રોડ રાજકોટ નાગરિક બેંક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે તેને અજાણી કારના ચાલકે હડફેટે લેતા તેને ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News